સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો, વરસાદથી નદીઓ બે કાંઠે

2022-07-04 272

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લાઓના તાલુકા મથકો પર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

સતત વરસાદને પગલે અમરેલી જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ધારી ગીરની શેત્રુજી નદી પ્રથમ વખત બે કાંઠે વહેતા જગતના તાતમાં હરખની હેલી જોવા મળી રહી છે.

Free Traffic Exchange