અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા અકસ્માતમાં યુવકની આયોજનપૂર્વક હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ

2022-07-04 582

તા.24 જુનના રોજ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. જેમાં આજરોજ લગ્નેતર સંબંધ અંતર્ગત પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રણય ત્રિકોણમાં પત્નિ એ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની સોપારી આપી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે. સાથે જ હત્યા નિપજાવનાર અન્ય 3 ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

Videos similaires