ધોરાજીના પાટણવાવમાં ધોધમાર વરસાદ વચ્ચે અદભુત નજારો

2022-07-04 1

રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વતના નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે. જેમાં પાટણવાવમાં આવેલ ટપકેશ્રવર મહાદેવ મંદિર પાસે ધોધનો વીડિયો સામે આવ્યો છે.
પાટણવાવમા પણ ધોધમાર વરસાદ પડતાની સાથે ઓસમ ડુંગર પર આવેલ ટપકેશ્વવર મહાદેવ મંદિરના ધોધનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ભાદરવી

અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાય છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે. અહીં વરસાદથી કુદરતી સૌંદર્ય સર્જાતુ હોય છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે.