ગીરના ગામડામાં શિકારની શોધમાં સિંહો ગામમાં ઘુસ્યા

2022-07-04 579

અમરેલી-ધારી ગીરના ગામડામાં શિકારની શોધમાં સિંહો ગામમાં ઘુસ્યા હતા. જેમાં ધારીના ભાડેર ગામમાં સિંહ બેલડીએ શિકાર માટે લટાર મારી છે. ચોમાસાની ઋતુમાં ભૂખ ભાંગવા સિંહ બેલડીએ ગામમાં લટાર મારતા ગામલોકોમાં ભય ફેલાયો છે. ગત મોડી રાત્રે સિંહ બેલડીનો લટાર મારતો વીડિયો ગામલોકોએ વાયરલ કર્યો છે. અષાઢે મેઘો ઝુમે તો સિંહો ગીરના ગામડાઓમાં ઘુમે છે. તેમાં ભાડેર ગામમાં સિંહ બેલડીનો વીડિયો સામે આવતા ગ્રામજનો સાવચેત થયા છે.