વડોદરામાં મગર રોડ પર આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. જેમાં તાંદલજા અને તરસાલીમાં મગરો દેખાયા છે. તેમા વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યું છે. તેમજ ચોમાસુ
આવતા વડોદરાના રોડ પર મગર દેખાયા છે.
ચોમાસાના પ્રથમ વરસાદમાં જ શહેરમાં મગરો લટાર મારવા નીકળ્યા છે. જેમાં શહેરના તાંદલજા અને તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તાદલજા ગામમાં મોડી રાત્રે ત્રણ વાગે પાંચ ફૂટનો મગર ધસી આવતા લોકો ટોળે વળ્યા હતા. તેમાં તરસાલી સ્થિત દંતેશ્વર રોડ પર રહેણાંક વિસ્તારમાં બે ફૂટનું મગરનુ બચ્ચું મળી
આવતા રહીશોમાં ભય ફેલાયો હતો.
તેમજ ઘટનાની જાણ વન વિભાગ અને એનિમલ રેસ્ક્યુને કરાઈ હતી. જેમાં કર્મચારી અને કાર્યકરોએ બંને સ્થળેથી ભારે જેમ જ બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતુ. તથા રેસ્ક્યુ કરાયેલા મગરને
વન વિભાગની ઓફિસ ખાતે લઈ જવાયો હતો.