ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો

2022-07-04 259

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી અને સતલાસણા તાલુકામાં 1.4 ઈંચ વરસાદ પડ્યો છે. તથા વડાલીમાં 1.9 ઈંચ, માંગરોળમાં 1.7 ઈંચ

વરસાદ તેમજ માંડવી, વિજયનગર, વીરપુર તાલુકામાં 1.6 ઈંચ વરસાદ પડ્યો છે.

વડાલીમાં 1.9 ઈંચ, માંગરોળમાં 1.7 ઈંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે સોનગઢ, ખાંભા અને કરજણ તાલુકામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. રાજ્યના 104 તાલુકાઓમાં

વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં 38મીમી (1.52 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય બારડોલીમાં 1 ઈંચ, માંડવીમાં 1.28 ઈંચ, મહુવામાં 0.88 ઈંચ,

પલસાણા અને ઉમરપાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં 1.16 ઈંચ, ગણદેવી 1.40 ઈંચ, ચીખલી 0.64 ઈંચ, ખેરગામમાં 0.56 ઈંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત વલસાડમાં આજે મેઘરાજાનું જોર તદ્દન ધીમું પડી ગયું હતું. વલસાડમાં માંડ 23 મિ.મી. એટલે કે 1 ઈંચ વરસાદ પણ પડયો નથી. વલસાડના ઉમરગામ 0.16 ઈંચ, કપરાડા

0.36 ઈંચ, વલસાડમાં 0.92 ઈંચ વરસાદ પડયો હતો.

માંડવી, વિજયનગર, વીરપુર તાલુકામાં 1.6 ઈંચ વરસાદ

તાપી જિલ્લામાં ઝરઝર વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 1.36 ઈંચ, વ્યારામાં 0.64 ઈંચ, કુકરમુંડા 0.40 ઈંચ વરસાદ પડયો હતો. ગિરિમથક સાપુતારામાં 1.4

ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે સાપુતારામાં આહલાદક વાતાવરણ બની ગયું હતું. જેને પગલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. આ સિવાય મધ્ય ગુજરાતમાં

વડોદરાના કરજણમાં 34 મીમી, તેમજ સૌરાષ્ટ્રના ખાંભામાં 34 મીમી વરસાદ નોંધાયો છે.