ગુજરાતના 3 જિલ્લામાં વધુ 5 NDRFની ટીમો મોકલવાનો નિર્ણય

2022-07-02 190

ગુજરાતમાં હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બોરસદમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 12 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું છે. બોરસદના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, ત્યારે NDRFની ટીમોને રેસક્યૂ માટે ખડકી દેવાઈ છે. હજુ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહીને જોતાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને NDRFની વધુ 5 ટીમો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Videos similaires