બોરસદમાં વરસાદથી તારાજીનો ડ્રોન વીડિયો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

2022-07-02 4

બોરસદમાં ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે. બોરસદ માથે આભ ફાટ્યું હોય તેમ 6 કલાકમાં 11 ઈંચ વરસાદે જળ બંબાકારની સ્થિતિ સર્જી છે. બોરસદના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે બોરસદને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા 12 ગામડાઓનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.
બોરસદમાં વરસાદથી તારાજીના ડ્રોન કેમેરાથી લીધેલા દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવી જશે કે, ત્યાં શું સ્થિતિ છે?

Videos similaires