જયપુરની NIA કોર્ટમાં હાજરી દરમિયાન આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમ છતાં આરોપીઓએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આરોપીઓના કોર્ટમાં ગયા બાદ 5 કલાક સુધી કોર્ટનો દરવાજો બંધ રહ્યો હતો. પરંતુ જ્યારે આરોપીઓ બહાર આવ્યા ત્યારે જૂતા, ચપ્પલ અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો