બનાસકાંઠામાં દુકાનોમાં પાણી ભરાયા

2022-07-02 345

બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા ચારેય બાજુ પાણ-પાણી થઇ ગયું હતું. ડીસામાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.