બોરસદમાં એક રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે અને સાથે જ અનેક પશુઓ તણાયા છે તો સાથે અનેક સ્થાનો સંપર્ક વિહોણા બન્યા છે. માર્ગો નદી બન્યા છે અને મકાનો સમુદ્રમાં ફેરવાયા છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે મદદ માટે પહોંચી છે.