અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની વચ્ચે અમી છાંટણા પડ્યા છે. વાદળથાયું વાતાવરણ થતા ભકતોમાં અનેરો આનંદ છવાઇ ગયો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પર અમીછાંટણા. ખાડિયા, કાલુપુર અને પાંચકુવામાં અમીછાંટણા પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે.