અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે નીકળવા જઈ રહી છે. છેલ્લા 2 વર્ષ કોરોના મહામારીના કારણે કોવિડ ગાઈડલાઈન સાથે રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે ભવ્ય રથયાત્રા નીકાળવા માટેનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલો પ્રસાદ જમાલપુર સ્થિત જગન્નાથના મંદિરે પહોંચ્યો છે.
વડાપ્રધાન મોદીએ મગ, કેરી, કાકડી તેમજ મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. હવે મંત્રોચાર સાથે આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. વર્ષોથી પરંપરા મુજબ વડાપ્રધાન મોદી ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલે છે.