અમદાવાદની સ્કૂલોમાં કોરોના કેસ ધીમે ધીમે વધવાનું શરૂ

2022-06-30 615

ગુજરાતની સ્કૂલોમાં કોરોના કેસ ધીમે ધીમે વધવાનું શરૂ થયુ છે. જેમાં અમદાવાદની વધુ એક સ્કૂલમાં કોરોના કેસ નોંધાયો છે. તેમાં વેજલપુરની અનંદા ગ્લોબલ સ્કૂલમાં કોરોના કેસ ત્રીજા

ધોરણના એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.

સ્કૂલોમાં કોરોના કેસ ધીમે ધીમે વધવાનું શરૂ

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3000ની આસપાસ પહોંચી ગયો છે. રાજ્યમાં 29 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 529 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં અમદાવાદ શહેરમાં

સૌથી વધુ 226 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 204 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા

કેસના આંકડામાં મોટો ઉછાળો નોંધાયો છે. ગુજરાતમાં 29 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. રાજ્યમાં 500થી પણ વધુ કોરોના કેસ નોંધાયા છે.