રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં વરસાદ ખાબકશે. તેમજ આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે.
તથા 1 જુલાઈએ નવસારી, વલસાડ, દિવમાં વરસાદ પડી શકે છે.
આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે 2 જુલાઈએ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં તેમજ 3 જુલાઈએ બનાસકાંઠા, પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં
ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ
વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
3 જુલાઈએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી
વલસાડ શહેરમાં 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના તિથલ રોડ, એમજી રોડ, હાલર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન
રોડ, છીપવાડ તથા મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો છીપવાડ દાણા બજારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
હતો. મધ્યરાત્રીથી પડી રહેલા વરસાદને લઈને હનુમાન મંદિર પાસે પાણી ભરાતા લોકોને આવવા જવામાં તકલીફ પડી હતી. તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.