દ્વારકા: અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ, જોખમી મોજાઓની સહેલાણીઓએ માણી મોજ

2022-06-29 1,573

દ્વારકામાં આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. અમાસ હોવાથી દ્વારકામાં યાત્રિકોની ભીડ જોવા

મળી છે. જેમાં ગોમતીઘાટ પર મોજાની મોજ લેતા યાત્રિકો વીડિયોમાં કેદ થયા છે. તેમજ દરિયામાં ભારે કરંટ હોઈ ગોમતીઘાટે આજે ઉંચા મોજા ઉછળતા હોય ત્યારે સ્નાન કરવું યાત્રિકો

માટે જોખમી બન્યુ છે. તેમજ ગોમતીઘાટે ઉંચા મોજા ઉછળતા યાત્રિકો ઘાટ પર મોજાની મોજ માણતા નજરે પડ્યા છે.