બગદાણામાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 7 ઈંચ વરસાદથી નદીમાં ઘોડાપૂર

2022-06-28 513

ભાવનગર, ગારિયાધાર, જેસર અને તળાજામા આજે ઝરમર અડધો ઈંચ સુધી વરસાદ નોધાયો છે. જ્યારે મહુવા તાલુકાના બગદાણામાં 3 કલાકમા સાંબેલાધારે 7 ઈંચ કરતા વધારે વરસાદ ખાબકી જતા સર્વત્ર જળ બંબાકાર જોવા મળ્યો હતો. બગદાણા અને આસપાસના વિસ્તારોમા બપોરે 12:30 કલાકથી સાંજના 6 વાગ્યા સુધીમાં વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો.