અમરેલી: જીરા ગામના રહેણાંક ઘરમાં દીપડો ઘૂસ્યો

2022-06-27 304

અમરેલીના ધારી ગીર પૂર્વના જીરા ગામના રહેણાંક ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. જેમાં જીરા ગામના બાબુભાઇ નાનજીભાઈ મકવાણાના રહેણાંક ઘરની અંદર દીપડાએ તરાપ મારી હતી. તેમજ
દીપડો જીરા ગામમાં આટાફેરા મારતા ગામજનોમાં ભય ફેલાયો હતો. તથા વન વિભાગ દ્વારા જીવના જોખમે દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં દીપડો રહેણાંક ઘરમાં ઘુસી જતા

ગામજનોમાં અફડા તફડી મચી હતી. તેથી દલખાણીયા વન વિભાગે મહામહેનતે દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી.

Videos similaires