અમદાવાદ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને DGPનું નિવેદન

2022-06-27 20

અમદાવાદ શહેરમાં 1 જુલાઈના રોજ 145મી રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશ સહિત અલકાયદાએ આપેલી આત્મઘાતી હુમલાની ધમકીના પગલે પહેલાથી જ ગુજરાત પોલીસ એલર્ટ પર છે. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે રાજ્યના ડીજીપીએ પત્રકાર પરિષદને સંબોધીને રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપી હતી.