ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

2022-06-27 576

રાજ્યમાં ચાર દિવસ વરસાદ યથાવત રહેશે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તથા રાજ્યમાં ચાર દિવસ

વરસાદ યથાવત રહેશે. તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહીત સામાન્ય વરસાદ રહેશે.

રાજ્યમાં ચાર દિવસ વરસાદ રહેશે યથાવત

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તથા બે દિવસ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી સહિત મધ્યમથી ભારે વરસાદ રહેશે. તેમજ

નવસારી, તાપી, ડાંગ, આહવા, સુરત, ભરૂચ, દાદરા નગરહવેલી સહિત વરસાદ રહશે. ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં ગુજરાત શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા

યથાવત છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ, ગાંધીનગરમાં રહેશે સામાન્ય વરસાદ

ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તેમજ ગુજરાતમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે

વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દક્ષિણ ગુજરાત, દાદરા

નગર હવેલી, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.