એક દિવસના વિરામ બાદ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

2022-06-26 630

દક્ષિણ ગુજરાતમાં રવિવારે આખો દિવસ વરસાદની ગેરહાજરી વર્તાયા બાદ બપોરે 2 વાગ્યા બાદ એકાએક સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદ તૂટી પડયો હતો. સુરતના ઉમરપાડામાં સાંજે 4 થી 6 વાગ્યાના બે કલાકમાં અઢી ઈંચ અને તાપીના સોનગઢમાં 2 ઈંચ વરસાદ પડયો હતો. આ સાથે જ વલસાડના ધરમપુરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.