તિસ્તા સેતલવાડ પર ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી

2022-06-26 620

તિસ્તા સેતલવાડ પર ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તિસ્તા સેતલવાડની આજે સવારે ધરપકડ કરી છે તેમ જણાવી વધુમાં માહિતી આપી હતી કે આર.બી.શ્રીકુમારની ગત રાત્રે

ધરપરડ કરાઈ છે. તેમજ સુપ્રિમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું, જેને લઈ ગુનો નોંધ્યો છે. તથા તિસ્તા સેતલવાડ તપાસમાં સહયોગ આપતા નથી.

આરોપીના 14 દિવસના રિમાન્ડ મંગાશે - ક્રાઈમ બ્રાન્ચ

ઉલ્લેખનીય છે કે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંગાશે. તથા તિસ્તાને જે પ્રશ્નો હશે તે મેજિસ્ટ્રેટ સામે રજુ કરવામાં આવશે. તેમજ ષડયંત્રના તમામ પાસાની તપાસ થશે. અમદાવાદ

ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ, નિવૃત્ત આઈપીએસ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ નિર્દોષ વ્યક્તિને ફસાવવા તથા કથિત ષડ્યંત્ર કરવા બાબતે ફરિયાદ કરી હતી.

ફરિયાદના આધારે ATSની ટીમે મુંબઈના સાંતાક્રુઝથી તિસ્તાની અને ગાંધીનગરથી ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. હવે ધરપકડ બાદ આજે VS

હોસ્પિટલમાં તિસ્તા સેતલવાડનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે.

મીડિયાકર્મીઓએ તિસ્તા સેતલવાડને ઘેરી લીધા

તિસ્તા સેતલવાડ સહિત શ્રીકુમારની પૂછપરછ પહેલાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સોશિયલ એક્ટિવિસ્ટ તિસ્તા VSથી જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓને

જોઈને તેઓ પરત ફર્યા હતા. મીડિયાકર્મીઓએ તિસ્તા સેતલવાડને ઘેરી લીધા હતા પરંતુ તેઓ કશું બોલ્યા નહોતા અને ત્યાંથી જતા રહ્યા હતા.

Videos similaires