રાજ્યમાં પૂરતી ઉર્જા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ - CM

2022-06-26 266

CM ભૂપેન્દ્ર પટેલે ઝઘડિયાના કાર્યક્રમમાં સંબોધન કર્યું છે. જેમાં 66 કે.વી.વણાકપોર તથા અન્ય 3 સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. તેમજ ભરૂચ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપવામાં

આવી છે. જેમાં વીજળીની સમસ્યા ભૂતકાળ બનશે તેમ જણાવતા CMએ જણાવ્યું છે કે PM મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. તથા વિકાસ કામોનો લાભ છેવાડા માનવી સુધી

પહોંચાડાઈ રહ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે ઝઘડિયાના કાર્યક્રમમાં સંબોધન કર્યું

તેમજ રાજ્યમાં પૂરતી ઉર્જા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તથા દરેક ક્ષેત્રોનો વિકાસ કરવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યના દરેક ગામડામાં 24 કલાક વીજળી મળી રહી છે.

તથા દર વર્ષે રાજ્યમાં 78 સબ સ્ટેશન બને છે. અને આદિવાસી વિસ્તારોમાં 500 જેટલા મોબાઈલ ટાવર ઉભા કરાશે. તથા જીવનના દરેક ક્ષણમાં આજે ઉર્જાની જરૂર છે. જેમાં શિક્ષણ,

ખેતી, ઉદ્યોગો વગેરેમાં ઉર્જાની જરૂર પડે છે.

66 કે.વી.વણાકપોર તથા અન્ય 3 સબ સ્ટેશનનું લોકાર્પણ

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તેના માટે કટિબદ્ધ છે. તેમજ રિનયુએબલ એનર્જી 2002માં 99 મેગાવોટ હતી જે આજે 16500 મેગાવોટ છે. પહેલા આદિવાસી વિસ્તારમાં 3 સબ સ્ટેશન

હતા જ્યાં આજે 588 સબ સ્ટેશનો છે. દેશના ગ્રોથ એન્જિન સમા ગુજરાતે 78 સબસ્ટેશનો દર વર્ષે બને છે. જે અગાઉ દર વર્ષે 16 જ બનતા હતા. આજે છેવાડાના ગામ સુધી સરકારી અને

ખાનગી હોસ્પિટલ બન્યા છે. તથા જે વીજળી ક્ષેત્રે સિદ્ધિઓના કારણે છે. તેમજ ભારતના નિર્માણમાં ગુજરાત એનર્જિ સેકટરમાં વિકાસના અજવાળાં પાથરવા કાર્ય કરતું રહેશે.

Videos similaires