શિવસેનાની કાર્યકારિણીની બેઠક બાદ શનિવારે શિંદે ગ્રુપના શિવસેનિક ધારાસભ્ય – દીપક કેસકરે જણાવ્યું હતું કે અમે હજી પણ શિવસેનાનો ભાગ છીએ. અમારી પાસે પાર્ટીના બે-તૃત્યાંશ ભાગના ધારાસભ્યોનું બહુમત છે. અમને આશા છે કે ઉદ્ધવ ઠાકરે અમારી વાત સાંભળશે. અમે શિવસેનાના સદસ્યો જ છીએ. અમે કોઈ નવી પાર્ટની માંગ કરી નથી. કેસકરે કહ્યું કે અમારી ઉપર અયોગ્ય હોવાનો કોઈ કાનૂન લાગુ થતો નથી. કાર્યકર્તાઓએ માર્ગો પર આવવાની જરૂર નથી. અમે બાલાસાહેબની વિચારધારાને આગળ લઈ જઈશું.