નવસારીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. નવસારી શહેરના જાહેર રોડ ઉપર યુવાને તલવાર વડે કેક કાપીને લોકોમાં ઉત્સુકતા જગાડી હતી. જન્મદિવસની ઉજવણીના ઉન્માદમાં જાહેર રોડ ઉપર તલવાર વડે કેક કાપવામાં આવી હતી. યુવાને પોતાના મિત્રો સાથે તલવાર વડે કેક કાપી જન્મદિનની ઉજવણી કરી. ઉજવણીની આ અનોખી રીત લોકોમાં આકર્ષણ બની. યુવાને જાહેર રોડ ઉપર ખુલ્લી તલવાર વડે એક બાદ એક કુલ પાંચ કેક કાપી હતી. તલવાર વડે કેક કાપતો વીડિયો સામે આવતા પોલીસે કરી કાર્યવાહી.