ગીરના આસપાસ 1300 ગામડા સુધી પહોંચી ગયા સિંહ

2022-06-25 1

ગીરના જંગલમાં 674 સિંહમાંથી 329 સિહોં અભયારણ્યની બહાર વસે છે. ગીરની આસપાસના ત્રણ જિલ્લા જૂનાગઢ અમરેલી અને ભાવનગરના 57 ટકા ગામડામાં સિંહોની એન્ટ્રી થઈ ચૂકી હોવાનું વન વિભાગના આંતરિક સર્વેમાં બહાર આવ્યું છે. સિંહો ૨૦ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જેમાં 382 ગામડામાંથી 1367માં સિંહ દેખાઈ ચૂક્યા છે. આ પ્રમાણ 57.8 ટકા છે .જૂનાગઢના 84% અમરેલીના 70 ટકા અને ભાવનગરના 31% ગામમાં સિંહનો પ્રવેશ થઇ ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં તો વર્ષ 2000માં સિંહ દેખાયા હતા આજે પરિસ્થિતિ એવી છે કે, 258 ગામડામાં સિંહો આવી ચૂક્યા છે. સિંહો માનવીની વધુ ને વધુ નજીક આવે એમાં ઘણો બધો ખતરો પણ છે. સિંહો અને માનવી વચ્ચે સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે. ગીર આસપાસના લોકો સિંહને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ સિંહ માનવ સમુદાયની નજીક રહેવા ટેવાયેલું પ્રાણી નથી, આ માટે સિંહોનો જે કોરિડોર છે તેને વધુ ને વધુ સલામત બનાવવા માટે વનવિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે.

Videos similaires