વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવ ભરવાની સ્થાનિકોએ માગ કરી છે....ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા અને ગામડાઓમાં પાણી મળી રહે તે માટે 192 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જોકે મુક્તેશ્વર ડેમમાં પાણી આપવાથી વડગામના 125 ગામોને કોઈ ફાયદો ના થતો હોવાનું ગામલોકોનું કહેવું છે. ગામલોકોની એવી માગ છે કે, ડેમની સાથે સાથે કરમાવત તળાવમાં પણ પાણી છોડવામાં આવે. જેથી ગામલોકોને પાણી મળી રહે. આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમજ 125 ગામની મહિલાઓએ પણ CMને પત્ર લખ્યો છે. જોકે તેમ છતાં ગામલોકોની માગ નથી સંતોષવામાં આવી. ત્યારે હવે ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.