અરવલ્લીમાં મેઘરજના કંટાળુ ગામે વવાઝોડાથી તારાજી સર્જાઇ છે. જેમાં આસપાસના મકાનોના છાપરા ઉડી ગયા છે. તેમજ રહીશોના સર સામાન રાચ રચિલું પલડ્યું છે. જેમાં નાના બાળકોના મોંઘા પુસ્તકો પણ પાણીથી ખરાબ થઇ ગયા છે. તેમાં પેટ ભરવા બનાવેલ ગરીબની રોટલીઓ પણ પલડી ગઇ છે. જેમાં સ્થાનિક જનતાની સર્વે કરાવી વળતરની માંગ છે. તેમજ વાવાઝોડા અને વરસાદથી ગરીબ ખેડૂતોની મદદ કરવી જરૂરી છે.