છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભીંજવ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત તરફ નજર દોડાવી હોય તેમ લાગે છે. વડોદરામાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં વૃક્ષ ધરાશાયી થતાં એક શખ્સનું મોત નીપજ્યું હતું.