ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો ઓળઘોળ થયો

2022-06-23 460

ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો ઓળઘોળ થયો છે. જેમાં વહેલી સવારથી ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેમજ વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. તથા ભાડ, વાંકીયા, ખડાધાર, ભાવરડી, ધૂંધવાના, ચક્રરાવા, ઉમરીયા, પીપળવા સહિત ગામોમાં મેઘ સવારી આવી છે. તથા ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી જગતનો તાત ખુશખુશાલ થયો છે.