સુરતની જે હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયા છે, તેની અંદરના એક્સક્લૂઝિવ દ્રશ્યો

2022-06-21 849

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે એવામાં લોકોની નજર મુંબઈથી 280 કિમી દૂર ભાજપ શાસિત ગુજરાતની સુરતની આલિશાન હોટલ પર ટકી છે. જ્યાં શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે અને પાર્ટીના કેટલાક બળવાખોર ધારાસભ્યો રોકાયા છે. મંગળવારે સવારથી જ હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને 400 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ હોટલ લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગઈ છે. હોટલમાં અગાઉથી રોકાયેલા મહેમાનો એક-એક કરીને જઈ રહ્યાં છે. એવામાં સંદેશ ન્યૂઝ પાસે આ હોટલના અંદરના દ્રશ્યો આવ્યા છે. સંદેશ ન્યૂઝ પાસે આવેલા એક્સક્લૂઝિવ વીડિયોમાં શિવસેનાના તમામ અસંતુષ્ઠ ધારાસભ્યો હોટલમાં જોઈ શકાય છે.