MLCના પરિણામ બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. જેમાં ભાજપે 5 બેઠકો જીતી લેતા ઉદ્ધવ સરકાર ઉંધતી ઝડપાઈ છે. તેમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે
સરકારની નારાજ થયા છે. તેથી શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સુરતની હોટલમાં ધામા નાખ્યા છે.
ભાજપના કેટલાક મોટા નેતાઓ શિંદેના સંપર્કમાં
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે સાથે 20-25 ધારાસભ્યો હોવાની પણ ચર્ચા છે. તથા શિવસેનાના વધુ 9 MLA બપોર સુધી સુરત પહોંચે તેવી શક્યતા છે. જો એવું થશે તો મહારાષ્ટ્રમાં
સરકાર ઉથલી શકે છે. તેમાં એકનાથ શિંદેના સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં ધામા છે. જેમાં ગઈકાલ સાંજથી એકનાથ શિંદે સંપર્ક વિહોણા થયા હતા. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોએ
ક્રોસ વોટીંગ કર્યું હોવાની ચર્ચા છે.