અમદાવાદ: વટવામાં પોલીસની દાદાગીરી CCTVમાં કેદ, વ્યક્તિને ફટકાર્યો

2022-06-20 47

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા મહાકાલ પાન પાર્લર નજીક પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મયુરસિંહ ઝાલાએ એક વ્યક્તિને જાહેરમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને શહેરની LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેણે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે માત્ર જાણવાજોગ અરજી લઈને સંતોષ માન્યો હતો.

Videos similaires