સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન, વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

2022-06-19 197

ગુજરાતમાં સત્તાવાર રીતે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર પર તેમની સૌથી વધુ મહેરબાની જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.