બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરુ થયેલું ‘જળ આંદોલન’ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. આજે વડગામ તેમજ પાલનપુરના 125 ગામની બહેનોએ ગામેગામ એકત્રિત થઇ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વ્યથા વ્યકત કરી છે. જેમાં કરમાવત અને મોકેશ્વર ડેમમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરી છે.