પાવાગઢમાં PM મોદીના કાર્યક્રમ બાદ વરસાદ તૂટી પડ્યો

2022-06-18 2,090

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે પણ દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હતા. વડાપ્રધાનના આજના કાર્યક્રમ બાદ પંચમહાલમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાવાગઢમાં પણ ધોધમાર વરસાદના પગલે મંદિરના પગથિયા પર પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો.