સંસ્કાર નગરીમાં PM મોદીનું ભાતીગળ પાઘડીથી કરાયું સ્વાગત

2022-06-18 458

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસ્કારનગરી વડોદરામાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. સભા સ્થળ પર પીએમ મોદી પહોંચતા જ ભાતીગળ બાંધણીની પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. તેમનું શાલ ઓઢાડીને પણ સન્માન કરાયું હતું. આ સમયે ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. સભા સ્થળ પર પહોંચતા પહેલાં પીએમ મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો.