ગાંધીનગરની કલોલ સિવિલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ. સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે એક નવજાત શીશુએ પોતાનો જીવ ગુમાવ્યો. કલોલની સિવિલ હોસ્પિટલમાં ડીલેવરી માટે આવેલી મહિલાની પ્રસુતિ દરમ્યાન તબીબ ઓપરેશન રૂમમાં હાજર ન રહેતા, પ્રસુતિ હોસ્પિટલના સ્ટાફ નર્સ અને સફાઈકર્મી દ્વારા કરવામાં આવી હતી... સિવિલ સ્ટાફની ઘોર બેદરકારીના કારણે તેમજ ઓપરેશનમાં ચૂક રહી જવાના લીધે પ્રસુતિ દરમ્યાન નવજાતબાળકનું મરણ થયાનો ગંભીર આક્ષેપ મહિલાના પરિવારજનોએ કર્યો છે...