ઉત્તર પ્રદેશમાં હિંસાના આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનું કહ્યું છે. સાથો સાથ બુલડોઝરની કાર્યવાહીને રોકવાનો ઇનકાર કર્યો છે. તમામ કાર્યવાહી કાયદાકીય માળખામાં થવી જોઈએ. હવે આ કેસમાં આગામી સપ્તાહે મંગળવારે સુનાવણી થશે.