ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ઊભી થયેલી કૃત્રિમ તંગીના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ગભરાટના કારણે લોકો ટુ વ્હીલર-ફોર વ્હીલરની ટાંકી ફૂલ કરાવી રહ્યાં છે. સમગ્ર ઘટનાક્રમમાં ઓઈલ કંપનીઓ વિલનની ભૂમિકા ભજવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે, કેમ કે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી નાખ્યા છે. ભાવ ઘટયા ત્યારે 90 ડોલર હતો અને હાલમાં 121 ડોલર છે. 40 દિવસથી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધ્યા નથી. ઊંચા ભાવે ક્રૂડ ખરીદી સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચવા પરવડતા નહીં હોવાથી કંપનીઓએ નાક દબાવી મોઢું ખોલવા જેવો ઘાટ કર્યો છે. એટલે કે સપ્લાયમાં કાપ મૂકી ભાવ વધારવા માટે આડકતરું દબાણ ઉભું કર્યું છે. હમણાં ભાવ વધે તો સપ્લાય સામાન્ય બની જશે તેવી ચર્ચા છે.