ગાંધીનગરમાં પોલીસની મંજૂરી વિના કોંગ્રેસની રાજભવન તરફ કૂચ

2022-06-16 26

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ સુધી EDએ પૂછપરછ કરી હતી. જેના વિરોધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપની સરકાર પર સરકારી એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પણ ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા રાજભવન સુધી કૂચ કરવામાં આવી હતી. જેમાં સામેલ થયેલા કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.