‘અરે ફિસલ ગયા..!’ વડોદરામાં પ્રથમ વરસાદમાં વાહન ચાલકો લપસ્યા

2022-06-15 701

વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમી-ધારે વરસેલા વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. રસ્તાઓ ભીના થઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં હળવા વરસાદના કારણે રોડ લીસો થતાં રાહદારીઓ પટકાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.