2017-18ની બેચની જેમ 2019ની બેચના સિનિયર રેસિડેન્સીના સમયગાળાની સેવાને બોન્ડની સેવામાં ગણવાની માંગ સાથે રેસિડેન્ટ ડોકટરોએ સોમવારથી હડતાળનું એલાન કર્યું હતું. જોકે, કોલેજ પ્રશાસન સમજાવટ બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ બે દિવસનું અલ્ટીમેટમ આપી હડતાળ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.