મહેસાણામાં દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ છે.
જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થયુ છે. તેમાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી છે. તેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.