ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખેતરોમાં મેઘરાજાએ પાણી પાણી કર્યું છે. તેમજ મેઘરાજાએ તોફાની
બેટિંગથી ખેતરોમાં પાણી પાણી કરતા જગતના તાત ખુશ થયા છે. મૌસમનો પહેલો વરસાદ સારા પ્રમાણમાં શરુ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.