આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર રાજ્યની તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે....કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ સમયસર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે....ઘણી શાળાઓમાં મુખ્ય દ્વાર પર માં સરસ્વતી, ગણપતિ દાદાની મૂર્તિ મૂકી વિદ્યાર્થીઓને કંકુ ચોખા કરી તેમનું સ્વાગત કરાયું છે. એટલું જ નહીં, સ્કૂલોમાં ફુગ્ગા લગાડી, વિદ્યાર્થીઓને બુક માર્ક આપી પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે યાદગાર બનાવાયો છે...મહત્વનું છે કે કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે.