ગુજરાતમાં સૌથી વધારે મહીસાગરમાં વરસાદ વરસ્યો

2022-06-13 46

રાજ્યમાં હવે વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. એટલે કે હવે કહી શકાય કે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. કારણ કે ગઇકાલે મુંબઇમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે મુંબઇમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદ આવતા વાર ના લાગે. મેઘાની એન્ટ્રી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે પણ રાજ્યમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાંઆવી છે. તેમજ 14 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના અપાઇ છે. કારણે કે દરિયામાં 50 કિ.મી પ્રતિ કલાકે પવન ફુંકાવવાની શક્યતા સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ એન્ટ્રી મારશે.આ સિવાય તમને જ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. શહેરના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના વિસ્તારો જેવાં કે SG હાઇવે, રાણીપ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તાર જેવાં કે નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતાં.

Videos similaires