ગુજરાતમાં 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

2022-06-13 248

અમદાવાદમાં રવિવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ વરસાદના પગલે શહેરીજનોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ વરસાદના પગલે કેટલાક ઠેકાણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.ગુજરાતમાં 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ સૌથી વધુ મહીસાગરમાં ત્રણ ઈંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ જામ્યો વરસાદી માહોલ સુરતમાં કીમ, કામરેજ અને ઓલપાડમાં વરસાદ

Videos similaires