ગટરના પાણીથી ગામમાં રોગચાળાની દહેશત વ્યાપી છે

2022-06-09 268

તાપી જિલ્લાના બોરીકુવા ગામના લોકો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બોરીકુવા ગામ મહારાષ્ટ્રની સરહદને અડીને આવ્યું છે. ગામમાં મહારાષ્ટ્રના નાદુર્બાર જીલ્લાના અક્ક્લ્કુવા નગરનું ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે. આ પાણી પશુઓ પણ પીવા તૈયાર નથી... ત્યારે ગટરના પાણીથી ગામમાં રોગચાળાની દહેશત વ્યાપી છે. ગામમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને દુર્ગંધથી લોકોનું રહેવું મુશ્કેલ બની રહ્યું છે. વારંવાર દવાખાનાના ચક્કર મારી ગ્રામજનો પણ કંટાળી ચુક્યા છે. આટલું ઓછું હોય ત્યાં મહારાષ્ટ્રના અક્ક્લ્કુવામાંથી મરેલા ઢોરના અવશેષો પણ આ જ ગટરમાં નાખવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી સુદ્ધા હલતું નથી ત્યારે ગ્રામાજનો ક્યારે તેમની મુશ્કેલીઓનો દૂર થાય તેની રાહ જોઈને બેઠા છે.

Videos similaires