લીંબડી તાલુકાના એક ગામમાં વિજળી પડતો લાઇવ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાની કઠેચી ગામનો વીડિયો હોવાની વાત સામે આવી રહી છે. તેમાં યુવક પર એકાએક વીજળી
પડતા યુવકનું મોત નિપજ્યું હતુ. જેમાં લીંબડીનાં જાંબુ ગામ નજીક યુવક રહેતો હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ વીડિયો એજ ઘટનાનો નથીને એની પણ તપાસ હાથ ધરાઇ છે.
તેમજ યુવક પર વિજળી પડતાં યુવક ઇજાગ્રસ્ત થયો હોય એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. તથા વીડિયોમાં કડાકા સાથે વીજળી ખુલ્લા મેદાનમાં તુટી પડતી તે કેમેરામાં કેદ થઇ છે. જેમાં
સંદેશ ન્યૂઝ વીડિયોની પુષ્ટી કરતું નથી.